ShockeR's Blog

Priyank Mehta

ટચુકડી પ્રશ્નોતરી – પ્રિયાંક મહેતા (બાપા ઓફ રજત શર્મા)

ટચુકડી પ્રશ્નોતરી – પ્રિયાંક મહેતા (બાપા ઓફ રજત શર્મા)

“”” ઘર  નો  ડાયરો   હમજી … પેટ  છૂટી  વાત  કરજો …. “”‘


અંધારી આલમ ના બેતાજ બાદશાહ ઓ ને નમ્ર વિનંતી છે, કે સત્વરે પ્રશ્નો ના જવાબ મોકલે…  નહીતર…. ???? તમે મારા થી વાકેફ જ છો… હું તો mail જીક્યા જ રાખીશ… મારે ઓઉટ ગોઇંગ ફરી છે.. યાહૂ માં…

જવાબ ની  સાથો સાથ એકાદ લેટેસ્ટ ફોટો પણ મોકલવા હુકમ છે… (લેટેસ્ટ એટલે Krishna theater ની બહાર પડાવેલા ના મોકલતા પાછા… લેટેસ્ટ મતલબ હાલ નો ફોટો.. હું ??? )

હાલો મિત્રો હવે મગજ વાપરજો… જો હોય તો….. થોડા પ્રશ્નો ના જવાબ દઈ દિયો….

à Tell me some thing about your current life..====> hell(નરક)

à Describe a moment when u got your Degree certificate in your hand…====>હજી હાથમા નથી આવી

à Out of your college experience which one do you think or rate as the funniest one?====>કેમ ભાઇ હજી ડીપ્લોમા ની અસર ગઇ નથ લાગતી

à What would be your first question to the student to VNSGU?===>હુ પાપ મા નથ પડવા માગતો

à Today, what comes across your eyes, when u heard a magical word, “COLLAGE LIFE…”===>વીરૂ જાન્જરુકીયા

à Is there any major change in your life after completing bachelor’s degree?===> struggle

આટલું  અંગ્રેગી લખ્યા પછી થોડા હથોડા મારવા… મારી ફરજ માં આવે છે… લો તો ખાઈ લો…

હથોડા નંબર 1 –
Which super power do you like to have and why?===> રામ ગઢ ના વાસીઓનો સાથ…. કેમ નો જવાબ આપવો જરુર નથી લાગતો….

હથોડા નંબર ૨-If I take a look inside your Laptop what would I find?===> ટન ઓફ હોય તો કાળુ ડીબાંગ પાટિયુ.ટન ઓન હોય તો વાલીયા ના મિત્રો ની progress on facebook.

હથોડા નંબર ૩

If you are alone in a desert what are your thoughts? Specifically what will be your first thought?===> પ્રિયાંક મહેતા SUZLON નો ભાવ શુ છે?

હથોડા નંબર ૪

What would be the PUNCH-LINE of your Interview, when it will publish on my blog?===> એ હુ જન્મભૂમી મા આવુ પછી નક્કી કરીશુ..

Advertisements

April 27, 2011 Posted by | In My life.. | 1 Comment

મારે ફરી એકવાર શાળાએ જવું છે….!!

મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં વોટરબેગ ફેંકી , નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. જેમ તેમ લંચબોક્સ પૂરું કરી… મરચુ મીઠું ભભરાવેલ , આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે. સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે , કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય , એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે , અનપેક્ષીત રજાના આનંદ માટે… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતાં મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે. રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે. તો ભાગી જવાની મોજ અનુભવવા… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં , માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે. વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે. ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં , બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે. બચપણ પ્રભુની દેણ છે તુકારામના અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે. બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું… આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા “તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા.. આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા સારું હતું… આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો આજે “પીઝા” મા નથી આવતો… ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે ..

April 27, 2011 Posted by | In My life.. | Leave a comment